બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ટ્વિટર પર પરત ફર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2019 11:24 PM (IST)
બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ટ્વિટર પર પરત ફર્યા છે. અનુરાગ કશ્યપે આ વર્ષે જ ટ્વિટર છોડી દીધું હતું.
મુંબઈ: બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ટ્વિટર પર પરત ફર્યા છે. અનુરાગ કશ્યપે આ વર્ષે જ ટ્વિટર છોડી દીધું હતું. ટ્વિટર પર અનુરાગને ખૂબજ ટ્રોલ કરવામાં આવતો હતો અને તેના પરિવારને ધમકી આપવામાં આવતી હતી. જોકે, દેશની હાલની પરિસ્થિતિ જોઈને અનુરાગ કશ્યપ ટ્વિટર પર પરત ફર્યો છે. અનુરાગે કહ્યું, હવે તે ચૂપ રહી શકે તેમ નથી. બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વીટ કરી કહ્યું, વાત બહુ આગળ નીકળી ગઈ છે. હવે વધુ ચૂપ રહી શકું તેમ નથી. આ સરકાર સ્પષ્ટ રીતે ફાસીવાદી છે. જે લોકો થોડું ઘણું પણ પરિવર્તન લાવી શકે છે, તેઓ પૂરી રીતે ચૂપ છે, આ વાતથી મને વધુ ગુસ્સો આવે છે. બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપે છેલ્લી ટ્વીટમાં કહ્યું હતું, તમને ખુશીઓ તથા પ્રગતિ મળે. આ મારી આખરી ટ્વીટ છે, કારણ કે હું ટ્વિટર છોડી રહ્યો છું.