ICC વન્ડે રેન્કિંગ: વિરાટ કોહલી નંબર વન બેટ્સમેન પર યથાવત્
નવી દિલ્લી: ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ વન્ડે રેકિંગમા નંબર વન બેટ્સમેન તરીકે પોતનુ સ્થાન યથાવત રાખ્યું છે. શુક્રવારે જાહેર કરેલા આઈસીસી વન્ડે રેંકિગમાં કોહલી 873ની રેટિંગ સાથે ટોપ પર છે. રવિવારથી શરૂ થનારી પાંચ વન્ડે મેચની સીરીઝમાં તેની પાસે બીજા નંબર પર પાછળ રહેલા ડેવિડ વોર્નરથી લીડ મેળવવાની સારી તક રહેશે. આ બન્ને વચ્ચે હજુ પણ 12 અંકનો અંતર છે. ત્રીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનો એબી ડી વિલિયર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅન્ય ભારતીય બેટ્સમેનમાં પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની 12માં, શિખર ધવન 13માં, અને ઉપ કપ્તાન રોહિત શર્મા 14માં ક્રમે છે. જો કે બોલિંગમાં કોઈ ભારતીય બોલર ટૉપ-10માં સ્થાન બનાવી શક્યો નથી. ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 13માં સ્થાન પર છે. જે ટોપ-15માં સામેલ એક માત્ર ભારતીય બોલર છે.
ICC વન્ડે ટીમ રેન્કિગમાં ભારત હાલ ત્રીજા ક્રમે છે અને તેને આ સ્થાન પર ટકી રહેવા માટે આગલી સીરીઝ 4-1થી જીતવું પડશે. ભારતના હજૂ 114 અંક છે અને જો તે 3-2થી સીરીઝ જીતશે તો તેને 113 અંક થઇ જશે અને તે ઈંગ્લેન્ડ કરતા પાછળ રહી જશે અને ચોથા ક્રમે આવી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -