ટ્રંપે કહ્યું – ચરમપંથી ઈસ્લામી આતંકવાદને રોકવું જરૂરી
ટ્રંપે ટ્વિટ કર્યું છે કે, ‘જે પણ જરૂરી હોય, તે કરીને ચરમપંથી ઈસ્લામિક આતંકવાદને રોકવું જોઈએ. અદાલતોએ અમને અમારા સુરક્ષાના અધિકાર આપવા જોઈએ. કડક નિયમ હોવા જોઈએ’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોશિંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રંપે ચરમપંથી ઈસ્લામિક આતંકવાદ સામે લડવા માટે કડક પગલા ઉઠાવવાની જરૂરત બતાવી છે. તેમણે સ્પેનમાં થયેલા બે આતંકી હુમલાના એક દિવસ પહેલા આ વાત કહી છે. જેમાં 14 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહે લીધી છે.
ડોનાલ્ડ ટ્રંપે બીજી એક ટ્વિટમાં લખ્યું કે, અમેરિકા સુરક્ષા દળ અને કાયદા પ્રવર્તન એજન્સિઓ સતર્ક છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, અમારી સરહદો પહેલેથીજ વધારે સુરક્ષિત છે. ટ્રંપે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી પર વિધ્નકારી હોવાના અને દેશની સુરક્ષા સાથે સમજુતી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે, વિધ્નકારી ડેમોક્રેટ અમારા દેશની સુરક્ષાને વધારે મુશ્કેલ બનાવી દે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -