કોહલીની એક્શન જોઈને હરભજન સિંહ પણ હસાવનું રોકી નથી શકતા. હરભજન સિંહે કોહલીને કહ્યું કે, છેલ્લી એક્શન ખૂબ જ સરસ હતી. આ દરમિયાન હરભજન સિંહ, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ અને આકાશ ચોપરાની સાથે સ્ટાર સ્પોર્ટન્સના કાર્યક્રમની મેજબાની કરી રહ્યા હતા.
મેચની વાત કરીએ તો, હોલ્કર સ્ટેડિયમમાં બીજી ટી-20માં શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 143 રનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 17.7 ઓવરના અંતે ત્રણ વિકેટના નુકસાન પર 144 રન બનાવી મેચ 7 વિકેટથી જીતી હતી. વિરાટ કોહલી 17 બોલમાં 30 રન અને રિષભ પંત 1 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
143 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ભારતીય ટીમને ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવી હતી. લોકેશ રાહુલ (32 બોલમાં 45 રન) અને શિખર ધવન (29 બોલમાં 32 રન)ની જોડીએ 9.1 ઓવરમાં 71 રનની પાર્ટનરશિપ કરી હતી. શ્રેયસ ઐયરે 26 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી હરસંગાએ 2 અને લાહિરુ કુમારે 1 વિકેટ ઝડપી હતી.