આ મેચમાં વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વર્લ્ડકપ મેચમાં વિરાટે અડધી સદી પૂરી કરતા જ તે ભારતનો પહેલો એવો કેપ્ટન બની ગયો છે જેણે વર્લ્ડકપમાં સતત ચાર મેચોમાં 50થી વધુ રનની ઈનિંગ રમી છે.
વિરાટ કોહલીએ 55 બોલમાં 50* રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા. આ પહેલા વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે મોહમ્મદ અઝહરુદ્દીનની વિશ્વ કપમાં સતત ત્રણ અડધી સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
એટલું જ નહીં, વિરાટ કોહલી એશિયાનો પણ પહેલો કેપ્ટન બની ગયો છે, જેણે વર્લ્ડકપમાં સતત 4 વખત હાફ સેન્ચુરી ફટકારી હોય. આ મામલામાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથ અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિન્ચની બરોબરી કરી લીધી છે. જેણે સતત 4 વખત 50 રનથી વધુની ઈનિંગ રમી છે.