Virat Kohli Mimics Dhawan: ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને મેદાનની બહાર તેના શાનદાર અને મજાકિયા અંદાજ માટે ઓળખવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર કોહલી હંમેશા નવા નવા અંદાજમાં પોતાની પૉસ્ટ કરતો રહે છે. કોહલી પોતાના નવા વીડિયોમાં આ વખતે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhawan)ની બેટિંગ સ્ટાઇલની નકલ કરતો દેખાઇ રહ્યો છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટને પોતાના ટ્વીટર (Twitter) એકાઉન્ટ પર આ વીડિયો પૉસ્ટ કર્યો છે, જેમાં તે બેટિંગ દરમિયાન ધવનના હાવ ભાવની હૂબહૂ કૉપી કરતો દેખાઇ રહ્યો છે. કોહલી અને ધવન બન્નેના ફેન્સને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો  છે, અને તેઓ આના પર પોતાનુ જોરદાર રિએક્શન આપી રહ્યાં છે.


ટ્વીટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં કોહલી કહે છે- આજે હુ શિખર ધવનની બેટિંગ રૂટીની કૉપી કરીશ. એવુ એટલા માટે કેમ કે મને લાગે છે કે તે બેટિંગ દરમિયાન ઘણીવાર પોતાની જ દુનિયામાં ખોવાઇ જાય છે, મે ઘણીવાર ક્રીઝના બીજા છેડેથી તેને આવુ કરતા જોયો છે, અને આ એકદમ ફની લાગે છે. આ પછી વિરાટ કોહલી બેટિંગ દરમિયાન ધવનના રૂટીનની નકલ કરતો દેખાઇ રહ્યો છે. સાથે કોહલીએ વીડિયોના કેપ્શનમાં લખ્યુ- શિખી (શિખર ધવન), આ કેવુ છે? 


 




શિખર ધવન નથી ટી20 વર્લ્ડકપની ટીમનો ભાગ- 
શિખર ધવન યુએઇ (UAE) અને ઓમાનમાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં રમવા ગયેલી ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડનો ભાગ નથી. જોકે આ વર્ષ IPLમાં ધવને શાનદાર બેટિંગ કરી હતી. કેપ્ટન કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમે કાલે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવી દીધુ છે. આ વર્ષે તે ટૂર્નામેન્ટ માટે પુરેપુરી રીતે તૈયાર થઇને આવી છે.