ICC T20 WC 2021, Ind vs Eng: ઈંગ્લેન્ડ સામે રમાયેલા વોર્મઅપ મુકાબલામાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી છે. ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમતા 70 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમને જીત માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક હાંસિલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલ અને ઈશાન કિશને શાનદાર ઈનિંગ રમી હતી. કેએલ રાહુલે 51 રનની ઈનિંગ રમી હતી. રિષભ પંત 29 અને હાર્દિક પંડ્યા 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
કેએલ રાહુલ આઈપીએલ 2021 માં પણ શાનદાર ફોર્મમાં હતો. પંજાબ કિંગ્સના કેપ્ટને ટૂર્નામેન્ટમાં 13 મેચ રમી અને 63 થી વધુની સરેરાશથી 626 રન બનાવ્યા. કેએલ રાહુલ ટી 20 વર્લ્ડ કપમાં પણ પોતાનું એ જ ફોર્મ ચાલુ રાખી રહ્યા છે.
આ પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા. મોઇન અલીએ 20 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા. બેયરસ્ટોએ પણ 49 રન બનાવ્યા હતા.