✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ માટે વિરાટ કોહલીને મળે છે આટલા કરોડ રૂપિયા...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2017 07:25 AM (IST)
ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ માટે વિરાટ કોહલીને મળે છે આટલા કરોડ રૂપિયા...
1

દરેક લોકો કોહલીને રન બનાવતો જોવા માટે ઉત્સુક રહે છે. ક્રિકેટના મેદાનની બહાર પણ વિરાટ પોતાની સ્ટાઈલ અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે. ભારતના અન્ય ખેલાડીઓના મુકાબલે તે આ રેસમાં ઘણો આગળ નીકળી ગયો છે. આ જ કારણે મોટાભાગની કંપનીઓ તેને પોતાની બ્રાન્ડ સાથે જોડવા માંગે છે. ફોર્બ્સ મેગેઝીનની રિપોર્ટ અનુસાર વિરાટ ભારતનો સૌથી વધુ કમાણી કરતો ક્રિકેટર છે.

2

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં સળતાના ઘોડા પર સવાર છે. એક બાજુ તે શાનદાર બેટિંગ કરી રહ્યા છે તો બીજી બાજુ તેની કેપ્ટનશીપમાં ભારત એક પછી એક જીત મેળવી રહી છે. ક્રિકેટમાં મેચમાં કોહલીની સફળતાની અસર તેની કમાણીમાં પણ જોવા મળી રહી છે. હાલમાં જ જારી થયેલ ફોર્બ્સના અહેવાલ અનુસાર ફુટબોલના બાદશાહ લિયોનેલ મેસીથી પણ વધારે માર્કેટેબલ પ્લેયર છે કોહલી. એટલે કે તેની બ્રાન્ડ વેલ્યૂ મેસીથી પણ વધારે છે.

3

આટલું જ નહીં ક્રિકેટ અને એડવર્ટાઈઝમેન્ટ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા પણ કમાણી કરે છે. વિરાટની લોકપ્રિયતા જોતા કંપનીઓ તેને સોશિયલ મીડિયા પર પ્રોડક્ટ પોસ્ટ કરવા માટે પૈસા આપે છે. વિરાટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે મોટાભાગની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર જ શેર કરે છે. હાલમાં જ ક ત્રીજી ટી-20 મેચ પહેલા વિરાટે હાર્દિક અને ધવન સાથે એક ડાંન્સિંગ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

4

ઈન્સ્ટાગ્રામ પર વિરાટના 1.65 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ફોર્બ્સ મેગેઝીન મુજબ વિરાટ જો જોઈ કોઈ પ્રોડક્ટને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તો તેના માટે તેને 3.20 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ બાદ વિરાટનું ધ્યાન હવે શ્રીલંકા સામે થનારી ટેસ્ટ સીરીઝ પર છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ માટે વિરાટ કોહલીને મળે છે આટલા કરોડ રૂપિયા...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.