કોહલીએ 153 રનની ઇનિંગ સાથે કરી બ્રેડમેનના આ રેકોર્ડની બરાબરી
ભારતીય બેટ્સમેન માટે સાઉથ આફ્રિકા હંમેશાથી એક પડકારભર્યું રહ્યું છે. જો એક ઇનિંગમાં ટોપ 50 બેટ્સમેનના નામ જોવામાં આવે તો ભારત તરફથી આ લિસ્ટમાં માત્ર સચિન તેંડૂલકરનું જ નામ આવે છે. કોહલીની આ 153 રન ઇનિંગ તેને 65મા સ્થાન પર પહોંચાડે છે. નોંધનીય છે કે ચેતેશ્વર પુજારા પણ સાઉથ આફ્રિકામાં 153 રનની ઇનિંગ રમી ચૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ આફ્રિકામાં સચિન તેંડૂલકરના નામે બે સર્વશ્રેષ્ઠ ઇનિંગ છે. કેપટાઉનમાં 169 રન અને જ્હોનિસબર્ગમાં તેના નામે 155 રનનો રેકોર્ડ છે. જો વિરાટ કોહલીએ 169 રન કરતાં વધારે બનાવ્યા હોત તો આ રેકોર્ડ તેના નામ પર થઇ જાત.
જોકે, વિરાટ કોહલી આ ઇનિંગમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક રેકોર્ડ તૂટવાથી ચૂકી ગયો હતો. સાઉથ આફ્રિકામાં એક ઇનિંગમાં સૌથી વધારે રન બનાવવામાં જો ભારતીય બેટ્સમેનની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ સચિન તેંડૂલકરના નામે છે.
સાઉથ આફ્રિકામાં આ વિરાટ કોહલીની બીજી સેન્ચ્યુરી છે. આ ટેસ્ટમાં 153 રન કરનાર કોહલી માટે કેપ્ટન તરીકે આ આઠમી તક હતી જ્યારે તેણે 150 કરતા વધારે રનની ઇનિંગ રમી હોય. કોહલી પહેલા ઓસ્ટ્રેલિયાના બેસ્ટ બેટ્સમેન સર ડોન બ્રેડમેને પણ 8 વાર 150 અથવા વધારે રનની ઇનિંગ રમી હોય. આ ઇનિંગના કારણે જ વિરાટે સર ડોન બ્રેડમેનની બરાબરી કરી છે.
નવી દિલ્હીઃ પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર એવા આરોપ લાગ્યા હતા કે તે ઝડપી પિચ પર બેટિંગ નથી કરી શકતા, પરંતુ સેન્ચુરિયનમાં તેમે 153ની ઇનિંગ રમીને પોતાના ટીકાકારોના મોઢા બંધ કરી દીધા. કોહલીએ માત્ર પોતાની ટેસ્ટ કારકિર્દીની 21મી સેન્ચુરી જ નથી મારી પરંતુ મુશ્કેલમાં ફસાયેલ ટીમનો સ્કોર 300ને પાર પણ પહોંચાડ્યો. ઉપરાંત કોહલીએ પોતાની આ ઇનિંગના જોરે ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેનના એક રેકોર્ડની બરાબરી પણ કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -