વિરાટ કોહલી જેવી કરી હેર સ્ટાઈલ
ચિરાગ ખિલારે નામના પ્રશંસકે અનોખી હેર સ્ટાઈલથી પોતાના મનપસંદ ખેલાડી જેવો લુક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશંસકે પોતાના માથાની પાછળની હેર સ્ટાઈલ વિરાટ કોહીલના ચેહરા જેવી કરાવી છે. આ અનોખી હેર સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. કંઇક અલગ કરવાની ચાહમાં પ્રશંસકની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તેને પોતાની આ અનોખી હેર સ્ટાઈલને ટ્વીટ પર શેર કીર છે. ટ્વીટર પર માર્મિક કેપ્શન ઉપરાંત તેણે અનેક વાત કહી છે.
તેણે કહ્યું, ‘હું ઘણાં વર્ષોથી વિરાટ કોહલીને રમતો જોવ છું. કોહલીના અંડર-19 કેપ્ટન બનતા સમયથી જ હું તેનો કટ્ટર પ્રશંકર છં.’ ખિલારે કહે છે કે, તેની દીવાનગી અહીં જ પૂરી નથી તતી પરંતુ વિરાટ કોહલીની કોઈ એવી મેચ નહીં હોય જે તેણે ક્યારેય છોડી હોય.
જોકે તેને પોતાના મનપસંદ ખેલાડને મલાની હજુ સુધી તેને તક મળી નથી. ખિલારે કહે છે કે, જ્યારે પણ તેને વિરાટ કોહલીને મળવાની તક મળશે ત્યારે તે તેને પગે લાગીને તેને ગળે લગાવશે. અને તસવીર દ્વારા તે ક્ષણને યાદગાર બનાવવામાં આવશે.