નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 5 કરોડથી વધુ ફોલોઅર્સ છે. તે આ જાદુઈ આંકડાને પાર કરનારો પ્રથમ ભારતીય છે. એમાં કોઈ શંકા નથી કે કોહલી દુનિયાનો સૌથી વેલ્યૂએબલ ક્રિકેટર છે. પણ ‘બ્રાન્ડ વેલ્યૂ ઑન ટ્વીટર’ (પ્રત્યેક ટ્વીટથી કમાણી મામલે) તે સ્પોર્ટ્સની દુનિયામાં પાંચમા સ્થાને છે.

વિરાટને એક ટ્વીટ માટે 2.5 કરોડ રૂપિયા મળે છે. ત્યાં જ આ મામલે પ્રથમ સ્થાન પર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે જેને એક ટ્વીટ માટે 6 કરોડ રૂપિયા મળે છે. વિરાટ આ મામલામાં પાંચમા સ્થાને છે. જ્યારે સ્પેનિશ ફૂટબોલર આન્દ્રેસ ઈનિએસ્ટા બીજા સ્થાન પર છે. તેના એક ટ્વીટની કિંમત 4.3 કરોડ રૂપિયા (590,825 US ડોલર) છે.

બ્રાઝિલનો સ્ટાર સ્ટ્રાઈકર જૂનિયર નેમાર એક ટ્વીટ માટે 3.5 કરોડ રૂપિયા (478,138 US ડોલર) લે છે. તે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર લેબ્રોન જેમ એક ટ્વીટ માટે 3.4 કરોડ રૂપિયા (470,356 US ડોલર) લે છે.

ગત વર્ષે ભારતીય સેલિબ્રિટિઝમાં કમાણી અને બ્રાન્ડ વેલ્યૂ મામલે નંબર 1 રહેનારો વિરાટ કોહલી ટૉપ-5માં પ્રથમ ક્રિકેટર છે. તે પ્રત્યેક ટ્વીટથી 2.5 કરોડ (350,101 US ડોલર)ની કમાણી કરે છે.

નોંધનીય છે કે, વિરાટ કોહલી તાજેતરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે જ્યાં તે બેટિંગમાં સતત ફ્લોપ થઇ રહ્યો છે. વિરાટ કોહલી ગત 20 ઇનિંગમાં અત્યાર સુધીમા પણ સદી ફટકારવામાં સફળ થયો નથી. તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ વન-ડે સિરીઝમાં ફેલ રહ્યો હતો, પરંતુ તેના પછી પ્રથમ ટેસ્ટ મેચની બંન્ને ઇનિંગમાં તે રન બનાવવામાં સફળ થઇ શક્યો નહી.