✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિરાટે જેની વિકેટ લીધી તે જ બેટ્સમેને તેને આપી શાબાશી, બાદમાં પીચ પર જ ઝૂમવા લાગ્યો વિરાટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Dec 2018 11:53 AM (IST)
1

2

અશ્વિને કહ્યું કે, નવો બોલ લેતાં પહેલા વિરાટ કોહલી ફાસ્ટ બોલર્સને થાકથી બચાવવા માંગતા હતા. આ કારણે કોહલીએ થોડી ઓવર બોલિંગ કરવાનું નક્કી કર્યું. કોહલીએ બોલરોને આરામ આપવા સહિત સદી ફટકારનાર હેરીની વિકેટ પણ લીધી.

3

વિરાટ કોહલીને સાધારણ સ્વિંગ મળતો હતો. નેલ્સને કોહલીને હળવાશ લીધો અને સદી કર્યા બાદ તેની એકાગ્રતા પણ તૂટી. જેના કારણે તે વિરાટનો શિકાર બન્યો. વિકેટ લીધા બાદ વિરાટની ખુશીનો પાર નહોતો રહ્યો. વિરાટનો બોલિંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો પરંતુ આ વાતનો ખુલાસો અશ્વિને મેચ બાદ કર્યો.

4

મેચના ચોથા દિવસે સવારે ભારતીય બોલરોનો મક્કમતાથી સામનો કરીને બેટિંગ કરી રહેલા વિકેટકિપર હેરી નેલ્સન(100)ને ઉમેશ યાદવના હાથમાં કેચ આઉટ કરાવી દીધો હતો. ભારતીય દિગ્ગજ બોલરો સવારથી જ નેલ્સનને આઉટ કરવાની કોશિશ કરતા હતા પરંતુ સફળતા મળતી નહોતી.

5

સામાન્ય રીતે વિરાટ કોહલી બહુ ઓછી બોલિંગ કરતો હોય છે. ડ્રો રહેલી પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીએ એક-બે નહીં પરંતુ સાત ઓવર બોલિંગ કરી હતી. આ દરમિયાન સાથી ખેલાડીઓમાં જ નહીં દર્શકોમાં પણ રોમાંચ હતો. આ દરમિયાન કોહલીએ એક એવું કામ કર્યું જે ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડી ન કરી શક્યા.

6

સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન અને ભારત વચ્ચે રમાયેલી ચાર દિવસની પ્રેક્ટિસ મેચ શનિવારે ડ્રોમાં પરિણમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી વિકેટકિપર હેરી નેલ્સને (100) રનની ઈનિંગ રમી હતી. જે પછી બીજી ઈનિંગમાં મુરલી વિજય (129) અને કેએલ રાહુલ (62)એ સારી બેટિંગ કરી હતી. આ મેચમાં એક આશ્ચર્યજનક વાત પણ જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બેટિંગના બદલે બોલિંગ પર હાથ અજમાવ્યો હતો. વિરાટ બોલિંગ કરવા આવ્યો ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ ઉત્સાહિત થઈ ગયા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિરાટે જેની વિકેટ લીધી તે જ બેટ્સમેને તેને આપી શાબાશી, બાદમાં પીચ પર જ ઝૂમવા લાગ્યો વિરાટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.