વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ઠોકતા જ કોહલીએ બનાવ્યો આ મોટો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2018 07:57 PM (IST)
1
કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 5મી સદી ફટકારી હતી. ભારતનો કોઈપણ બેટ્સમેન વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ સદી ફટકારી શક્યો નથી.
2
ગુવાહાટીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો હતો. કોહલીએ કરિયરની 36મી વન ડે સદી ફટકારી હતી.
3
કોહલી પહેલા સાઉથ આફ્રિકાના હર્ષલ ગિબ્સ, એબી ડીવિલિયર્સ અને હાશિમ અમલા જ વેસ્ટ ઈન્ડિઝ સામે પાંચ સદી મારી શક્યા છે.
4
કોહલીએ ઘર આંગણે 15મી અને કેપ્ટન તરીકે 14મી સદી લગાવી હતી. આ ઉપરાંત રન ચેઝ કરતી વખતે 22મી સદી મારી હતી.