વિરાટ કોહલીએ આ ભારતીય બોલરની એક્શનમાં કરી ગજબની બોલિંગ, વીડિયો જોઈને પેટ પકડીને હસશો
abpasmita.in | 10 Jul 2019 08:27 AM (IST)
બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કર્યા બાદ વિરાટ કોહલી બુમરાહની જેમ ઉજવણી પણ કરતા જોવા મળે છે.
નવી દિલ્હીઃ મોટેભાગે તમે વિરાટ કોહલીને બેટિંગ કરતા જોયા હશે. પરંતુ શું ક્રાયે તમે વિરાટ કોહલીને બોલિંગ કરતાં જોયા છે? કદાચ ક્યારેક નેટ પર બોલિંગ કરતા જોયા પણ હશે. પણ શું તમે ક્યારે વિરાટ કોહલીને કોઈની કોપી કરતાં બોલ ફેંકતા જોયા છે? ન જોયો હોય તો આજે જોઈ લો, વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહની બોલિંગ એક્શની કોપી કરીને બોલ ફેંકતા જોવા મળે છે. તમે પણ એ બોલિંગ એક્શન જોઈને હસવાનું રોકી નહીં શકો. બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ કર્યા બાદ વિરાટ કોહલી બુમરાહની જેમ ઉજવણી પણ કરતા જોવા મળે છે. વિરાટ કોહલી એક અલગ જ એક્શનનો બૉલર પણ છે, જે ઇન્ટરનેશનલ લેવલ પર 8 વિકેટ લઇ ચુક્યો છે. તે કેપ્ટન બન્યા બાદ ઓછી બૉલિંગ કરતો જોવા મળે છે. જોકે વિરાટને નેટ પ્રેક્ટિસમાં અનેકવાર બૉલિંગ કરતો જોઇ શકાય છે. આ દરમિયાન તેણે જસપ્રિત બુમરાહની બૉલિંગ એક્શન કરી હતી. વિરાટે એક વખત એક કિસ્સો સંભલાવ્યો હતો. તેએ કહ્યું હતું કે, “એક મેચમાં જીતવાની નજીક હતા. જીતવાનું નક્કી હતુ. મારા કહેવાથી ધોનીએ મને બૉલિંગ આપી. જેવો મે બૉલ પકડ્યો, બાઉન્ડ્રી પરથી બુમરાહે જોરથી કહ્યું કે, અરે અહીં કંઇ મજાક થઈ રહી છે.”