મોહાલી: બોલિવૂડના જાણીતા રેપર સિંગર યો-યો હની સિંહ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. તેમના વિરુદ્ધ મોહાલીના માટોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હની સિંહ સામે તેમના એક નવા ગીત ‘મખના’માં મહિલાઓ માટે વાંધાજનક અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવાના આરોપમાં ફરિયાદ થઈ છે. તેની સાથે મખના ગીતના મ્યૂઝિક આલબમ પ્રોડ્યૂસર ભૂષણ કુમાર વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ કાર્યવાહી પંજાબ મહિલા આયોગની ફરિયાદ પર કરવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે, મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ગાયક રહ્યાં બાદ હની સિંહએ પોતાના નવા આલબમ ‘મખના’ સાથે ઇન્ડસ્ટ્રીમાં ફરી એન્ટ્રી મારી છે. ત્યારે મહિલાઓ માટે આપત્તિજનક અને અભદ્ર શબ્દોના કારણે આ ગીત વિવાદોમાં ઘેરાયું છે.



હની સિંહ સાથે સિંગર નેહા નકક્ડ પણ આ વિવાદમાં આવી શકે છે. મહિલા આયોગની ફરિયાદમાં હની સિંહ અને ભૂષણ કુમાર સાથે-સાથે નેહા નક્કડનું નામ પણ છે.