કોહલી મેદાન પર ફરી આવી હરકત કરશે તો તેના પર લાગી શકે છે પ્રતિબંધ, જાણો વિગત
abpasmita.in | 26 Sep 2019 04:31 PM (IST)
ક્રિકેટ નિયમો અનુસાર એક ખેલાડીને જો 24 મહિનામાં 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે તે તેને હંમેશા માટે સસ્પેન્ડ થઈ શકે છે. એટલે કે આવતા વર્ષે 16 જુલાઈ પહેલા વધુ એક ડિમેરિટ પોઈન્ટ મળે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટી-20 મેચ દરમિયાન મેદાન પર ખરાબ વર્તન કરવા બદલ એક ડિમેરિટ પોઈન્ટ આપ્યો છે. આ સાથે કોહલીના ડિમેરિટ પોઈન્ટમાં ત્રણ અંકનો વધારો કર્યો છે. કોહલીના ગુસ્સાના કારણે આ પહેલા દક્ષિણ આફ્રિકા સામે વર્ષ 2018માં ટેસ્ટ મેચમાં અને બીજી વખત આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં અફગાનિસ્તાન વિરુદ્ધ ડિમેરિટ પોઈન્ટ મળ્યા હતા. પરંતુ કોહલીને હવે પોતાનો ગુસ્સો કાબુમાં રાખવો પડશે કારણ કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરીઝ બાદ હવે ટીમ ઈન્ડિયા ઘરઆંગણે બીજી ઓક્ટોબરથી ટેસ્ટ મેચની શરૂઆત કરશે. તેના બાદ નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે ત્રણ ટી20 અને બે ટેસ્ટ મેચ રમાવાની છે. ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ પ્રવાસ પણ છે. ક્રિકેટ નિયમોની વાત કરીએ તો એક ખેલાડી જો 24 મહિના દરમિયાન 4 ડિમેરિટ પોઈન્ટ મળે છે તે તેને હંમેશા માટે સસ્પેન્ડ થઈ શકે છે. એટલે કે આવતા વર્ષે 16 જુલાઈ પહેલા વધુ એક ડિમેરિટ પોઈન્ટ મળે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે. કોહલીએ બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી ટી-20 મેચ દરમિયાન સાઉથ આફ્રિકી બોલર બ્યૂરેન હેંડ્રિક્સ સાથે ખભો ટકરાવ્યો હતો. ત્યારબાદ સજાના ભાગ રૂપે આઇસીસીએ કોહલીને મેદાન પર ખરાબ વ્યવહાર માટે અનુશાસનાત્મક રિકોર્ડમાં એક નેગેટિવ પોઇન્ટ જોડ્યો હતો. કોહલીએ આ હરકત બાદ આઇસીસીની કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષિત માનવામાં આવ્યો હતો.