ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ડીન જોન્સે(Dean Jones) પંતની તરફેણ લેતા યુવરાજ સિંહના એક સમાચાર પર ટ્વીટ કરતા કહ્યું કે 21 વર્ષનો રિષભ પંત 11 ટેસ્ટ, 12 વન ડે અને 20 ટી20 રમી ચૂક્યો છે. જોન્સે લખ્યું કે,‘આખરે પંત દ્વારા કરવામાં આવતી ભૂલો અન્ય યુવા ક્રિકેટરોથી અલગ કેવી રીતે હોઈ શકે? આ મોટા લોકોની ક્રિકેટ છે. મને ખબર છે કે તે યુવા છે પરંતુ તેમને આ સચ્ચાઈ જાણવાની જરૂરી છે. તેમને ઓફ સાઇડની રમતમાં સુધારો કરવાની જરૂર છે.’
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વી.વી.એસ.લક્ષ્મણ, સુનિલ ગાવસ્કર અને બ્રાયન લારાએ રિષભ પંતના બેટિંગ ઓર્ડરને બદલવાની સલાહ આપી હતી. જ્યારે યુવરાજ સિંહ રિષભ પંતના ખરાબ ફોર્મ પર તેનો પક્ષ લીધો હતો. યુવીએ કહ્યું હતું કે કેપ્ટન કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પંત સાથે વાતચીત કરવાની જરૂર છે અને આ સતત થથા પ્રેશર બહાર કાઢવાની જરૂર છે.