વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખી શકે છે, જાણો કોણે આપ્યું આ નિેવેદન?
તેણે કહ્યું, તેને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે અને તે સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. તે એવા દેશમાં ટેસ્ટ ક્રિકેટને મજબૂત બનાવી રાખે છે, જે આઈપીએલ અને ટી20 પસંદ કરે છે. આ સૌથી મોટી વાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે કોહલીએ હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે કેરિયરમાં 10,000 રન પૂરા કર્યા હતા. એટલું જ નહીં તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગમાં અહીં સુધી પહોંચવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડ્યો હતો. ત્યારબાદ સચિન સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ કોહલીને હાલના સમયમાં સૌથી સફળ ક્રિકેટરોમાંથી એક ગણાવ્યો હતો.
ગ્રીમ સ્મિથે કહ્યું, વિશ્વ ક્રિકેટમાં સુપરસ્ટાર ખેલાડીઓની કમી છે. કદાચ એક બે ઈંગ્લેન્ડમાં હોય, મારૂ માનવું છે કે વિરાટ કોહલી તે ખેલાડી છે.
કોલકત્તાઃ વિરાટ કોહલી સુપરસ્ટાર છે, જે ટેસ્ટ ક્રિકેટને જીવંત રાખવામાં અગ્રણી રહેશે. દક્ષિણ આફ્રિકાના ગ્રીમ સ્મિથે આ નિવેદન આપ્યું છે. આ વર્ષે જ વિરાટ કોહલીએ વન ડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કર્યા છે. ગ્રીમ સ્મિથે જગમોહન ડાલમિયાના વાર્ષિક કોન્ક્લેવમાં શુક્રવારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની ભરપૂર પ્રશંસા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -