✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ટેસ્ટમાં વિરાટ તોડશે સચિનનો આ ખાસ રેકોર્ડ, માત્ર એક કદમ છે દુર, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2018 02:29 PM (IST)
1

નવી દિલ્હીઃ વિરાટ કોહલી જ્યારે પણ મેદાનમાં ઉતરે છે ત્યારે એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લે છે, હવે આગામી 6ઠ્ઠી ડિસેમ્બરે રમાનારી ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલીના નિશાના પર હવે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે.

2

ઉલ્લેખનીય છે કે, સચિન તેંદુલકરે પોતાની કેરિયરમાં ઓસ્ટ્રેલિયાના 6 પ્રવાસ કર્યા અને આ દરમિયાન તેને 20 ટેસ્ટમાં 53.20ની એવરેજથી 1809 રન બનાવ્યા. વળી વિરાટ કોહલી માત્ર ત્રીજીવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયો છે. અને તેને ઓસ્ટ્રેલિયામાં 8 ટેસ્ટમાં 62.00ની એવરેજથી 992 રન બનાવ્યા છે. મતલબ વિરાટ સચીનથી બહુ જલ્દી આગળ નીકળી શકે છે.

3

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સદી ફટકારવાના લિસ્ટમાં સચીન 6, વિરાટ કોહલી 5, સુનીલ ગાવસ્કર 5 અને વીવીએસ લક્ષ્મણ 4 સદી સાથે ટૉપ પર છે.

4

નોંધનીય છે કે સચીને પોતાની કેરિયારમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 6 સદી ફટકારી છે, અને કોહલી 5 સદી સાથે તેની પાછળ છે. કોહલીએ ગઇવખતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન 4 સદી ફટકારી દીધી હતી. આ પ્રવાસમાં પણ કોહલીના સારા પ્રદર્શનની આશા છે.

5

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન ધરતી પર 5 સદી ફટકારી ચૂક્યો છે જો તે આ પ્રવાસ દરમિયાન વધુ બે સદી ફટકારશે તો સચીનના રેકોર્ડને તોડી દેશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામેની પહેલી જ ટેસ્ટમાં વિરાટ તોડશે સચિનનો આ ખાસ રેકોર્ડ, માત્ર એક કદમ છે દુર, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.