સુનીલ ગાવસ્કરે કહ્યું- પહેલી ટેસ્ટમાં રોહિત શર્માને પડતો મુકો, તેની જગ્યાએ આ ખેલાડીને ટીમમાં કરો સામેલ
નવી દિલ્હીઃ ટી20 સીરીઝમાં બરાબરી કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા આગામી 6ઠ્ઠી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં ટકરાવવાની છે. પહેલી ટેસ્ટ 6 થી 10ની વચ્ચે રમાશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયામાં ખેલાડીઓને સમાવવાને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. પ્લેઇંગ ઇલેવનમાં કોને સમાવવા તે અંગે હજુ ચર્ચા ચાલી રહી છે ત્યારે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે રોહિતને ટીમમાં ના લેવાનો મત વ્યક્ત કર્યો છે, તેની જગ્યાએ હનુમા વિહારી બેસ્ટ ઓપ્શન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે પહેલા હનુમા વિહારી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં હતો, ત્યાં પણ તેને હાફ સેન્ચૂરી ફટકારી હતી, જ્યારે એક બેટ્સમેન સારુ રમી રહ્યો હોય તો તેને ટીમમાં સામેલ કરવો જોઇએ. ઉપરાંત તે એક સારો બૉલર પણ છે. તમે બે સ્પીનર અને બે ફાસ્ટ બૉલરની સાથે ઉતરો તો વિહરી એક બૉલિંગ ઓપ્શન બની શકે છે.
ક્રિકેટની દુનિયામાં ‘સની કે લિટલ માસ્ટર’ના નામથી ઓળખાતા સુનિલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાને સલાહ આપતા કહ્યું છે કે, મને લાગે છે કે પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને રમાડવો જોઇએ, મારો આ સ્પષ્ટ મત છે. છેલ્લી ટેસ્ટમાં તેને અડધીસદી ફટકારી હતી.
આ વર્ષે રોહિત શર્માએ માત્ર બે ટેસ્ટ મેચ રમી છે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ તેને 19.50ની એવરેજથી માત્ર 78 રન બનાવ્યા. ગાવસ્કરે કહ્યું કે ભારતે પૃથ્વી શૉ અને મુરલી વિજયની સાથે ઓપનિંગ કરાવવી જોઇએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -