સુનીલ ગાવસ્કરે કહ્યું- આ કારણે વિરાટ કોહલીને 2019 વર્લ્ડ કપમાં ધોનીની છે જરૂર
ઉલ્લેખનીય છે કે ધોનીના કંગાળ બેટિંગ ફોર્મના કારણે તેની વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જે બાદ ઘણા લોકોએ સિલેક્ટર્સના આ ફેંસલાનો ચોંકાવનારો ગણાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી. તાજેતરમાં ધોનીના કથળેલા ફોર્મને લઈ જે પ્રકારની વાતો થઈ રહી છે તે જોતાં ગાવસ્કરનું આ નિવેદન ઘણું મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કરે કહ્યું કે, વિરાટ કોહલીને 2019ના વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીની ખાસ જરૂર પડશે. ધોની હોવાથી કોહલી સહિત સમગ્ર ટીમને ફાયદો થઈ શકે છે.
ગાવસ્કરે કહ્યું કે, 2019ના વર્લ્ડ કપ માટે ધોની ટીમમાં રહેવો જરૂરી છે. ધોની પાસે હજુ પણ ભારતીય ક્રિકેટ ટીમને આપવા માટે ઘણું છે. 50 ઓવરની રમતમાં ઘણો સમય હોય તેવામાં ધોની મહત્વનો થઈ જાય છે. અનેક મોકા પર તે ફિલ્ડમાં જરૂરી નાના નાના ફેરફાર કરે છે, બોલરો સાથે હિન્દાં વાત કરીને ક્યાં બોલ નાંખવો તે જણાવે છે. આ બધું વિરાટને ફાયદો પહોંચાડનારું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -