સ્વામીનારાયણ સાધુએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં અચાનક મોટો વળાંક, જાણો વિગત
જહાંગીરપુરામાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે)એ કતારગામના ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા કરુણસ્વરૂપ સ્વામી સામે બે-બે વાર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ હતી કે, આર્થિક મદદ માંગવા ગઈ ત્યારે સ્વામીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, હવે બંને વચ્ચે સમાધાન થઈ જતાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ ડભોલી મંદિર કરણસ્વરૂપ સ્વામીના બચાવમાં આવ્યું હતું અને સીસીટીવી જાહેર કરી યુવતીના પરિવાર દ્વારા સ્વામીને માર મારવામાં આવ્યો હોવાનું તેમજ સમાધાન કરવા જણાવાયું હોવાનો દાવો કરાયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, અગાઉ યુવતીએ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ડભોલી સ્વામીનારાયણ મંદિરમાં રસોડું સંભાળતા સાધુ કરણસ્વરૂપ સ્વામી સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને એક દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. તેમજ તેમના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા હતા.
સુરતઃ ડભોલી સ્વામીનારાયણ મંદિરના સાધુ દ્વારા યુવતી પર બળાત્કારના કેસમાં અચાનક મોટો વળાંક આવ્યો છે. સાધુ કરણસ્વરૂપ સ્વામી સામેની બળાત્કારની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. યુવતીએ કોર્ટમાં હાજર રહી સમાધાન કર્યું છે. એફિડેવિટમાં તેણે કહ્યું છે કે, આવેશમાં આવીને ફરિયાદ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -