ફોર્બ્સે શુક્રવારે 29 મેના પોતાની વાર્ષિક યાદી જાહેર કરી છે, જેમાં સૌથી વધુ કમાણી કરનારા એથલીટોને સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરરએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફેડરરની વાર્ષિક કમાણી 106.3 મિલિયન ડૉલર છે. આ પ્રથમ વખત છે જ્યારે ફેડરર આ યાદીમાં ટોપ પર પહોંચ્યો છે.
જ્યારે યુવેંટસ ફુટબોલ ક્લબના પુર્તગાલી સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ યાદીીમાં બીજા (105 મિલિયન ડૉલર) જ્યારે બાર્સિલોનાના સ્ટાર ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી ત્રીજા (104 મિલિયન ડૉલર) સ્થાન પર છે.
બાસ્કેટબોલ, ફુટબોલ,રગ્બી,ટેનિસ સ્ટાર સાથેની આ યાદીમાં વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર છે. 2019માં જાહેર થયેલી યાદીમાં પણ કોહલી એક માત્ર ક્રિકેટર હતો. ગત વર્ષે કોહલી આ યાદીમાં 100માં નંબર પર હતો, પરંતુ આ વર્ષે 66માં નંબર પર પહોંચી ગયો છે.
કોહલીની વાર્ષિક કમાણી 26 મિલિયન ડૉલર છે. ખાસ વાત એ છે કે તેમાંથી માત્ર 2 મિલિયન ડૉલર કોહલીને સેલેરી અથવા મેચ ફી તરીકે મળે છે. બાકી 24 મિલિયન ડૉલર કોહલી અલગ-અલગ કંપનીઓની જાહેરખબરથી કમાણી કરે છે. કોહલી ઓડિ ઈન્ડિયા, પ્યૂમા સહિત ઘણી મોટી કંપનીના બ્રાંડ એમ્બેસેડર છે.
આ છે ટોપ-10 એથલીટ (કમાણી અમેરિકી ડૉલરમાં)
રોજનર ફેડરર, ટેનિસ- 106.3 મિલિયન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો,ફુટબોલ- 105 મિલિયન
લિયોનલ મેસી,ફુટબોલ-104 મિલિયન
નેમાર જૂનિયર,ફુટબોલ-95.5 મિલિયન
લેબ્રોન જેમ્સ,બાસ્કેટબોલ-88.2 મિલિયન
સ્ટીફન કરી,બાસ્કેટબોલ-74.4 મિલિયન
કેવિન ડુરૈંટ,બાસ્કેટબોલ-63.9 મિલિયન
ટાઈગર વુડ્સ,ગોલ્ફ-62.3 મિલિયન
કર્ક કઝિન્સ, રગ્બી-59.1 મિલિયન