વિરાટ કોહલીએ કર્યો મોટો ખુલાસોઃ આ કારણે જાડેજા અને અશ્વિનને ન મળ્યું ટીમમાં સ્થાન
કેપ્ટન કોહલીએ આગળ જણાવ્યું કે, અમે યુવા ખેલાડીઓને તક આપી રહ્યા છીએ અને અનુભવી બૉલર્સના કામના પ્રેશરને પણ સમજી રહ્યા છીએ। અશ્વિન અને જાડેજાએ પાછલા 6-7 વર્ષથી ટીમ માટે નિયમિતપણે વનડે ફોર્મેટમાં રમી રહ્યા છે. અમે નથી ઈચ્છતા કે તેમના પર વધારે પ્રેશર હોય, કારણકે આ પ્લેયર્સની જરુર ટેસ્ટ ક્રિકેટમાં વધારે પડે છે.
અશ્વિન અને જાડેજાની શ્રીલંકા ટૂર અને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી મેચમાં પણ ટીમમાં શામેલ નહોતા કરવામાં આવ્યા. આ મેચમાં યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને તક આપવામાં આવી છે. કોહલીએ કહ્યું કે, અમે તે પ્લેયર્સને તક આપી છે, જેમને જોઈને અમને લાગે છે કે તેમનામાં આ લેવલ પર બેસ્ટ પર્ફોમન્સ આપવાની ક્ષમતા છે. વર્લ્ડ કપ પહેલા અમે બોલર્સની એક સારી ટીમ બનાવી શકીએ માટે આ પ્રયોગ જરૂરી છે.
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે સીરીઝ માટે રવિચંદ્રન અશ્વિન અને જાડેજાને આરામ આપવા પાછળનું કારણ જણાવ્યું છે. કોહલીએ કહ્યું કે અશ્વિન અને જાડેજા પર કામનો ભાર સમજવો રૂરી છે અને ફોર્મને ધ્યાનમાં રાખતા એક મજબૂત ટીમનું નિર્માણ પણ મહત્ત્વનું છે.