‘ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે’, જાણો કોણે કર્યા ધોનીના વખાણ
કોહલીએ કહ્યું હતું કે ધોનીને પોતાની ક્ષમતા પર વિશ્વાસ છે કે તે મોટા શોટ્સ રમીને મેચને ખતમ કરી શકે છે. કોહલીએ 14 બોલમાં 25 રનની ઇનિંગ્સ રમનાર દિનેશ કાર્તિકની પણ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું હતું કે કાર્તિકે ઝડપી રમીને ધોની ઉપર દબાણ ઓછું કર્યું હતું. ભારતને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી ત્યારે ધોનીએ પ્રથમ બોલે સિક્સર ફટકારી ભારતને જીત અપાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં હરાવ્યા બાદ વિશ્વભરમાં ભારતીય ટીમના વખાણ થઈ રહ્યા છે. વિરાક કોહલી (104) રન તો જીતની ભૂમિકા બાંધનાર અનુભવી ખેલાડી ધોનીએ અણનમ 55 રન બનાવતા ભારતને છ વિકેટે જીત મેળવી હતી. મેચ પછી વિરાટ કોહલીએ ધોની ભરપેટ વખાણ કર્યા હતા.
કોહલીએ કહ્યું હતું કે આજે મહેન્દ્રસિંહ ધોનીની ક્લાસિક ઇનિંગ્સ જોવા મળી હતી. 50 ઓવર સુધી વિકેટકિપિંગ કરીને આવી ઇનિંગ્સ રમવી સરળ નથી હોતું. ધોની મેચને અંત સુધી લઈ ગયો હતો અને પછી ખતમ કરી હતી. ફક્ત ધોની જ જાણે છે કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -