2019 વર્લ્ડ કપ માટે આ ખેલાડીને મળ્યું વિરાટ કોહલીનું સમર્થન
ભારતની આ ટેસ્ટ રમનારા દેશો વિરૂદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ટીમના પ્રદર્શન પર કોહલીએ કહ્યું કે, અમે દરેક મોર્ચે સારું પ્રદર્શન કર્યું. અમે રમતના દરેક વિભાગમાં આગળ રહ્યા. આપણે વાપસી કરવા માટે જાણીતા છીએ અને આ તેનું વધુ એક ઉદાહરણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતે વિન્ડીઝને ચોથમાં મેચમાં 224 રને હાર આપી હતી. રોહિત શર્માએ આ મેચમાં 162 રનની ઇનિંગ રમી હતી. રોહિત અને રાયડૂની વચ્ચે 211 રનની ભાગીદારીના જોરે 50 ઓવરમાં પાંચ વિકેટના નુકાસન પર 377 રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝની ટિમ માત્ર 153 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી.
મુંબઈઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આગામી વર્ષે ઇંગલેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટેની ટીમમાં અંબાતી રાયડૂની પસંદગીનું સમર્થન કર્યું છે. રાયડૂએ સોમવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલ વનડે મેચમાં ચોતા નંબર પર આવીને 81 બોલમાં 100 રનની શાનદાર ઈનિંગ રમી હતી. મેચ બાદ કોહલીએ કહ્યું કે, રાયડૂને મળેલ તકને સારી નિભાવી છે. અમે 2019 સુધી ટીમમાં તેનો સાથ આપવો જોઈએ, તે રમતને સારી રીતે સમજે છે અને અમે ખુશ છીએ કે નંબર-4 પર અમારી પાસે એક કાબેલ વ્યક્તિ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -