નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આવતીકાલથી ટી20 સીરીઝ શરૂ થઇ ગઇ છે. કોહલી એન્ડ કંપની વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે અમેરિકા પહોંચી ચૂકી છે. મેચ પહેલા કેપ્ટન કોહલીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જેમાં ફેન્સે સવાલો ઉઠાવ્યા છે, ફેન્સે પુછ્યુ કે આ તસવીરમાં રોહિત શર્મા ક્યાં છે?

ખરેખર, વિરાટ કોહલીએ આજે સવારે એક તસવીર શેર કરી હતી, જેમાં વિરાટની સાથે રવિન્દ્ર જાડેજા, નવદીપ સૈની, શ્રેયસ ઐય્યર, ખલીલ અહેમદ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કેએલ રાહુલ દેખાઇ રહ્યાં છે.



વિરાટો આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે ‘સ્ક્વૉડ’, પણ તસવીરમાં ક્યાંય હીટમેન રોહિત શર્મા નથી દેખાતો. આ તસવીર ડ્રેસિંગ રૂમની છે.



રોહિતની ગેરહાજરીએ ફરીથી ફેન્સની વચ્ચે સવાલો ઉભા કર્યા છે. ફેન્સે વિરાટને પુછ્યુ કે આમાં રોહિત શર્મા ક્યાં છે?



નોંધનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સ્થિતિ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, મારા અને રોહિત શર્મા સાથે કંઇજ વિવાદ કે વિખવાદ નથી. ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનો માહોલ એકદમ બેસ્ટ છે.