અમદાવાદ: હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં ભારે આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ 26 ટકા વરસાદની ઘટ છે. તેમ છતાં આટલા વરસાદમાં રાજ્યના તમામ ડેમો, તળાવો, નદીઓ ઓવરફ્લો થઈ ગયા છે.

હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લો-પ્રેશર તૈયાર થઈ રહ્યું છે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવું લો-પ્રેશર તૈયાર થતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. દેખાઇ રહી છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચહમાલ, દાહોદ, આણંદ અને ખાસ કરીને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાંસદા, ડાંગમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ.

ગુજરાત પર ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ બનશે તેવી આગાહી કરી છે. પૂર્વ મધ્યપ્રદેશમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે.

હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે.

પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સર્જાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત અનેક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે.