વેસ્ટ ઈન્ડિઝમાં બીચ પર જોવા મળ્યા વિરાટ અને અનુષ્કા, તસવીર થઈ વાયરલ
abpasmita.in | 21 Aug 2019 09:15 PM (IST)
અનુષ્કા સાથે વિરાટ શોર્ટ્સ પહેરીને બીચ પર બેઠો છે. આ તસવીરને વિરાટે કોઈ કેપ્શન આપ્યું નથી પરંતુ દિલ અને પ્રેમ દર્શાવતી ત્રણ ઈમોજી જરૂર નાંખી છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે છે. આવતીકાલથી ભારત ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની પણ હાલ વેસ્ટ ઈન્ડિઝમાં છે. ક્રિકેટમાંથી મળેલા બ્રેકના સમયમાં આ કપલ મોજ મસ્તી કરી રહ્યા છે. ટેસ્ટ મેચના એક દિવસ પહેલા વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથે એક તસવીર શેર કરી છે. જે વાયરલ થઈ છે. અનુષ્કા સાથે વિરાટ શોર્ટ્સ પહેરીને બીચ પર બેઠો છે. આ તસવીરને વિરાટે કોઈ કેપ્શન આપ્યું નથી પરંતુ દિલ અને પ્રેમ દર્શાવતી ત્રણ ઈમોજી જરૂર નાંખી છે. બે દિવસ પહેલા અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર બિકિનીમાં એક ફોટો શેર કર્યો હતો, જે વાયરલ થયો હતો. આ ફોટો પર વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) 27 કલાકથી ક્યાં ગુમ હતા ચિદમ્બરમ, પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કર્યો ખુલાસો કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત ભાજપમાં જોડાયાના માત્ર બે દિવસમાં જ હેમંત ચૌહાણે ફેરવી તોળ્યું, વીડિયો પોસ્ટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગત