ન્યૂયોર્કઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેન્માર્કની પોતાની યાત્રા રદ કરી દીધી છે. ડેનિશ વડાપ્રધાને ગ્રીનલેન્ડને વેચવાનો ઇનકાર કર્યા બાદ ટ્રમ્પે પોતાનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો હતો. રવિવારે ડેન્માર્કના વડાપ્રધાન મૈટે ફ્રેડરિકસને ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાની ઇચ્છા જાહેર કરવા પર કહ્યુ હતું કે, આ એક બકવાસ વિચાર છે. મંગળવારે એક ટ્વિટમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ડેન્માર્કના વડાપ્રધાનને ગ્રીનલેન્ડને વેચવામાં કોઇ ઇચ્છા નથી એટલા માટે તેમણે ડેનિસ વડાપ્રધાન સાથેની મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે.
ટ્રમ્પે ટ્વિટમાં લખ્યું કે, ડેન્માર્કના નાગરિક અદભૂત છે અને એક ખાસ દેશ છે પરંતુ વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સનને પોતાના નિવેદનમાં કહ્યું કે તેમને ગ્રીનલેન્ડની ખરીદદારીને લઇને ચર્ચામાં કોઇ રસ નથી. હું હાલમાં આ મુલાકાતને સ્થગિત કરું છું. ટ્રમ્પના ગ્રીનલેન્ડ ખરીદવાના પ્રસ્તાવનો સ્થાનિકો ખૂબ વિરોધ કરી રહ્યા છે.
ડેન્માર્કના વડાપ્રધાને કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ ડેન્માર્કની સંપત્તિ નથી એટલા માટે તે તેને વેચી શકતા નથી. નોંધનીય છે કે દુનિયાના સૌથી મોટા દ્ધિપ ગ્રીનલેન્ડ ડેન્માર્કનો એક સ્વાયત ક્ષેત્ર છે. ગ્રીનલેન્ડ ડેનિશ નથી. ગ્રીનલેન્ડના લોકોનો છે. હું આશા રાખું છું કે તેને ખરીદવાના પ્રસ્તાવમાં કોઇ ગંભીરતા નથી.
જોકે, આ પ્રથમવાર નથી જ્યારે અમેરિકાએ ગ્રીનલેન્ડને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. અલાસ્કાના બદલામાં ગ્રીનલેન્ડની અદલાબદલી ફગાવ્યા બાદ 1946માં અમેરિકાએ ગ્રીનલેન્ડને ખરીદવા માટે ડેન્માર્કને 100 મિલિયન ડોલરનો પ્રસ્તાવ મુક્યો હતો. બાદમાં અમેરિકા ઉત્તરી ગ્રીનલેન્ડમાં એક એરબેઝની દેખરેખ કરવાના પ્રસ્તાવ પર રાજીથયુ હતું. આ એરબેઝનો ઉપયોગ લાંબા અંતરના બોમ્બરોમાં ઇંધણ ભરવા માટે થતો હતો.
ડેન્માર્કના વડાપ્રધાન બોલ્યા- ગ્રીનલેન્ડ વેચવાનું નથી, ટ્રમ્પે રદ કર્યો પ્રવાસ
abpasmita.in
Updated at:
21 Aug 2019 07:49 PM (IST)
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, ડેન્માર્કના વડાપ્રધાનને ગ્રીનલેન્ડને વેચવામાં કોઇ ઇચ્છા નથી એટલા માટે તેમણે ડેનિસ વડાપ્રધાન સાથેની મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -