ટીમ ઇન્ડિયાની સતત સાત ટેસ્ટ જીતી, તોડ્યો 6 વર્ષ જૂનો રેકોર્ડ
abpasmita.in
Updated at:
24 Nov 2019 06:20 PM (IST)
આ જીત સાથે જ ભારતે સતત સાત ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મેળવી હતી
NEXT
PREV
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને કોલકત્તામાં રમાયેલી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 46 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રીજા દિવસે જ રવિવારે બાંગ્લાદેશને હરાવી અનેક રેકોર્ડ બનાવ્યા હતા. આ જીત સાથે જ ભારતે સતત સાત ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતની જીતની આ સફર ઓગસ્ટ મહિનાથી શરૂ થઇ હતી.
આ સાથે ભારતે પોતાની સતત જીતનો રેકોર્ડ તોડ્યો હતો. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ ફેબ્રુઆરી-નવેમ્બર 2013 વચ્ચે સતત છ ટેસ્ટ મેચ જીતી હતી. બીજી તરફ ભારતે સતત ચોથી વખત એક ઇનિંગથી જીત હાંસલ કરવામાં સફળતા મળી હતી. ભારતે ક્રમશઃ પૂણે, રાંચી, ઇન્દોર અને કોલકત્તા ટેસ્ટમાં ઇનિંગથી જીત હાંસલ કરી હતી. આ અગાઉ ભારતે 1992-93 અને 1993-94 દરમિયાન ટેસ્ટમાં ઇનિંગથી સતત ત્રણ જીત હાંસલ કરી હતી. કોલકત્તામાં આ જીત સાથે ભારતે ઇનિંગથી સતત ચાર જીત હાંસલ કરી પોતાનો 26 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -