ઈંગ્લેન્ડ સામે જીત બાદ બાળ ફેન્સે તોતડી ભાષામાં વિરાટ પાસે કરી શું માંગ ? જાણો વિગત
ટેસ્ટમાં મળેલી શાનદાર જીત કેપ્ટન વિરાટ કોહલીએ કેરળમાં આવેલી ભીષણ પૂર પીડિત લોકોને સમર્પિત કરી છે. જ્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચથી મળતી આખી ફીસ કેરળ પૂર પીડિતોને દાન કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમ તરફથી કુલ 1 કરોડ 26 લાખ રૂપિયા પૂર પીડિતોને દાન કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં જીતની સાથે કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. નોટિંઘમમાં જીત સાથે કોહલીએ કેપ્ટન તરીકે કુલ 22 ટેસ્ટ મેચમાં જીતનો રેકોર્ડ બનાવ્યો હતો જ્યારે ગાંગુલીએ 21 ટેસ્ટમાં ભારતને વિજય અપાવ્યો છે.
બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં 203 રનથી ધમાકેદાર જીત મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, તેમના બોલરો આ મેચમાં 20 વિકેટ લેવા તૈયાર હતા. ભારતીય બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું.
મેચ બાદ વિરાટ કોહલી ફેન્સ સાથે સેલ્ફી લઈ રહ્યો હતો. આ દરમિયાન એક નાનો છોકરો તોતડી ભાષામાં કહેવા લાગ્યો, “વિરાટ, એક ફોટો પ્લીઝ.... વિરાટ, એક ફોટો પ્લીઝ!” વિરાટે આ બાળકનો અવાજ સાંભળ્યટો અને તેની નજીક આવીને સેલ્ફીની સાથે તેના ટી શર્ટ પર ઓટોગ્રાફ પણ આપ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -