નવી દલ્હીઃ ક્રિકેટના તમામ રેકોર્ડ પોતાના નામે કરનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ખાતામાં વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. અને આ ઉપલબ્ધિ મેદાન બહારની છે. ટીમ ઇન્ડિયાના રનમશીન વિરાટ કોહલી સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યૂના મામલે સૌથી ટોચ પર છે અને તે આ યાદીમાં સતત ત્રીજા વર્ષે નંબર વન છે. વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ 237.5 મિલિયન યૂએસ ડોલર સુધી પહોંચી ગઈ છે એટલે કે લગભગ 1691 કરોડ રૂપિયા.


તેણે આ મામલે દેશના અનેક દિગ્ગજ લોકોને પાછળ છોડ્યા છે. આ દિગ્ગજોમાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન અને સલમાન ખાન સહિત અનેક સેલિબ્રિટી સામેલ છે. ઉપરાંત દિગ્ગજ ક્રિકેટર જેમ કે સચિન તેંડુલકર, એમેસ ધોની, રોહિત શર્માના નામ મુખ્ય છે.



ઉલ્લેખનીય છે કે, આ યાદીમાં વિરાય સિવાય કોઈ બીજા ક્રિકેટર્સની વાત કરીએ તો, કોહલી બાદ બીજા નંબર પર એમએસ ધોની (41.2 મિલિયન અમેરિકન ડોલર), ત્રીજા નંબરે સચિન તેંડુલકર (25.1 મિલિયન ડોલર) અને ચોથા નંબર પર ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા (23.0 મિલિયન ડોલર) છે. આ લિસ્ટ પ્રમાણે, રોહિત વિરાટથી 10 ગણા પાછળ છે.

ભારતના ટોપ બ્રાન્ડ વેલ્યૂવાળા સ્ટાર

વિરાટ કોહલી- 237.5 મિલિયન ડોલર

અક્ષય કુમાર- 104.5 મિલિયન ડોલર

દીપિકા પાદુકોણ- 93.5 મિલિયન ડોલર

રણબીર સિંહ- 93.5 મિલિયન ડોલર

શાહરૂખ ખાન- 66.1 મિલિયન ડોલર

સલમાન ખાન- 55.7 મિલિયન ડોલર

એમએસ ધોની- 41.2 મિલિયન ડોલર

સચિન તેંડુલકર- મિલિયન ડોલર

રોહિત શર્મા - મિલિયન ડોલર