નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન ડે સીરિઝ પૈકીની પ્રથમ મેચમાં ભારતનો 4 વિકેટથી પરાજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડે 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. રન ચેઝ કરતી વખતે કોહલીએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલસને શાનદાર ફિલ્ડિંગ દ્વારા રન આઉટ કર્યો હતો.


બુધવારે હેમિલ્ટનમાં રમાયેલા મુકાબલામાં નિકોલસે બોલને ઓફ સાઇડમાં રમીને ઝડપથી રન લેવાનો પ્રયાસ કર્યો હતો. બોલ જેવો કોહલી પાસે આવ્યો કે તેણે  કવર્સ પર ઝડપથી દોડ લગાવી બોલ હાથમાં લઈ છલાંગ મારીને બોલને સ્ટંપ પર થ્રો કર્યો. નિકોલ્સે પણ ક્રીઝમાં પહોંચવા છલાંગ લગાવી પરંતુ તે દૂર રહી ગયો અને રન આઉટ થયો.


કોહલીની આ ફિલ્ડિંગ જોઈ આઈસીસી સહિત કેટલાક લોકોને સાઉથ આફ્રિકાના જોંટી રોડ્સની યાદ આવી ગઈ. આફ્રિકાના દિગ્ગજ ફિલ્ડર રોડ્સે પણ પાકિસ્તાની બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકને આ રીતે રન આઉટ કર્યો હતો. ટી-20 શ્રેણીમાં પણ કોહલીએ શાનદાર થ્રો વડે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનને રન આઉટ કર્યો હતો.

કોહલીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કેચ પકડવો બીજી વાત છે પરંતુ પહેલા ત્યાં સુધી દોડીને પહોંચવું તમારી ફિટનેસ પર નિર્ભર છે.

INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે

ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ?

INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ