કોહલીએ ક્રિકેટરોની પત્નિઓ મુદ્દે બોર્ડ સામે કરી શું મોટી માંગણી? બોર્ડે શું આપ્યો જવાબ?
મીડિયા રિપોટ્સ મુજબ, આ બીસીસીઆઈનો નીતિગત નિર્ણય છે. સીઓએ નવા બીસીસીઆઈની રચના સુધી આ મુદ્દે મૌન રહી શકે છે. ખેલાડીઓ સાથે વિદેશ જતી ખેલાડીઓની પત્નીનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવે છે. ક્રિકેટના જાણકારો વચ્ચે આ મુદ્દે સહમતી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીની આ માગ અંગે BCCIના COAના એક અધિકારીએ કહ્યું કે, હાં, તેઓએ આ પ્રકારની માંગ કરી છે. પરંતુ અમે ઉતાવળે કોઈ નિર્ણય નથી લેવા માંગતા. અમે કહ્યું કે આ અરજીને અમે પદાધિકારીઓ સુધી પહોંચાડી દઈશું. નીતિઓમાં હાલ કોઈ ફેરફાર નહીં થાય.
વર્તમાન નિયમો મુજબ વિદેશી ટૂર પર પત્નીઓને બે અઠવાડીયા સુધી જ સાથે રહી શકે છે. કોહલીએ આ મુદ્દો BCCIના એક વરિષ્ઠ અધિકારીઓની સામે ઉઠાવ્યો છે. અધિકારીએ આ માંગને વિનોદ રાય અને ડાયનાની અધ્યક્ષતાવાળી COA સુધી પહોંચાડી દીધી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ બીસીસીઆઇના એક નિયમમાં ફેરફાર કરવા અનુરોધ કર્યો છે, કોહલીએ બીસીઆઇને ભલામણ કરી છે કે ટીમ ઇન્ડિયાના વિદેશ પ્રવાસ દરમિયાન ખેલાડીઓને આખા પ્રવાસ દરમિયાન પોતાની પત્નીઓને સાથે લઇ જવાની મંજૂરી આપવામાં આવે. વિરાટે આ માંગ આગામી નવેમ્બરમાં ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇને કરી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -