વિદેશની ધરતી પર હવે ટીમ ઇન્ડિયા હારશે તો કેપ્ટન કોહલીને આપવો પડશે જવાબ, જાણો કેમ
સીઓએની આ મીટિંગમાં હેડ કૉચ રવિ શાસ્ત્રી, કેપ્ટન કોહલી, ઉપકેપ્ટન અંજિક્યે રહાણે, મુખ્ય સિલેક્ટર્સ એમએસકે પ્રસાદ પણ હાજર રહેશે. મીટિંગમાં વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના પ્રદર્શનનું વિષ્લેષણ કરવામાં આવશે. આમ આ રીતે હવે કોહલીને હારનું કારણ બતાવવું પડેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા 10 અને 11 ઓક્ટોબરે થશે. માનવામાં આવી રહ્યુ છે કે વર્ષના અંત સુધીમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ મેનેજમેન્ટ પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવાની પહેલ કરશે.
સુ્પ્રીમ કોર્ટ તરફથી બોર્ડના કામકાજ પર નજર રાખવા માટે બનાવેલી ક્રિકેટ ની કમિટી, જે વહીવટી સમિતી છે તેને હાલમાં જ પ્રદર્શનને લઇને એક મીટિંગ કરી હતી. જેમાં આ નીતિ લાગુ કરવાની વાત મંજૂરી થઇ છે.
નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર હવે સવાલોની આપલે થવાની તૈયારીમાં છે. કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) આ મુદ્દે હવે ગંભીર વલણ અપનાવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -