નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને જો બાઈડેન વિરુદ્ધ મળેલી હાર બાદથી જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્રંપને મળેલી હાર પર મશ્કરી કરી છે.

સેહવાગનું કહેવું છે કે, તેઓ ટ્રંપની કૉમેડીને ખૂબજ યાદ કરશે. સેહવાગે ટ્રંપની ફોટો ટ્વીટ કરીને લખ્યું કે, “આપણાવાળા બરાબર જ છે, ચાચા ની કૉમેડી યાદ આવશે.”


સહેવાગ સિવાય વિશ્વના કેટલાક ખેલાડીઓએ પણ અમેરિકી ચૂંટણી પર ટિપ્પણી કરી છે. અમેરિકાના ફુટબોલ ખેલાડી મેગન રેપીનોએ લખ્યું કે, “ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને મેડમ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને અભિનંદન.”

એનબીએના સુપર સ્ટાર લેબ્રોન જેમ્સે એક વીડિયો ટ્વિટ કરી છે. જેમાં તે સિગાર પી રહ્યો છે. તેની સાથે તેણે મોર ધેન અ વોટની લિંક પણ શેર કરી છે. આ તે કેમ્પેઈન હતું જે તેમણે અશ્વેત વોટરોની તાકાત બતાવવા માટે શરુ કર્યું હતું.

બે વખત ઉપ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. જ્યારે ભારતીય મૂળની કમલા હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપતિ બનશે.