નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે વર્ષ 2017માં ટીમ ઇન્ડિયાના કોચ બનવા માંગતો હતો પરંતુ રવિ શાસ્ત્રીની પસંદગી કરવામાં આવી હતી. સહેવાગે આ વખતે મુખ્ય કોચ માટે અરજી કરી નહોતી. આ પાછળનું કારણ વિરેન્દ્ર સહેવાગે જાતે જ આપી છે. સહેવાગે કહ્યું કે, આ વખતે તેમણે કેમ અરજી કરી નહોતી. તેમણે કહ્યું કે, 2017માં મને બીસીસીઆઇ સચિવ અને જનરલ મેનેજર ક્રિકેટ ઓપરેશંસ એમવી શ્રીધરે અરજી કરવા કહ્યુ હતુ એટલા માટે મેં અરજી કરી છે. આ વખતે કોઇએ મને અરજી કરવા માટે કીધું નહોતું જેથી મેં અરજી કરી નહોતી.
40 વર્ષીય સહેવાગે કહ્યું કે, તેમના હિતોના ટકરાવ સાથે જોડાયેલા નિયમો મારી સમજમાં આવતા નથી. મને ખ્યાલ આવે છે કે જો હું પસંદગીકાર છું તો હું એકેડમી ચલાવી શકતો નથી. જો હું નેશનલ કોચ છું તો મને સમજમાં નથી આવતું કે એકેડમી કેમ ના ચલાવી શકું.
ચીફ સિલેક્ટરના પદ માટે દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના નામની ભલામણ કરવા પર સહેવાગે કહ્યું કે, તે આ પદ માટે ભાગ્યે જ રાજી થશે. બોર્ડ અધ્યક્ષને હાલમાં વાર્ષિક એક કરોડ રૂપિયાનો પગાર મળે છે. જ્યાં સુધી પગારનો સવાલ છે તો બીસીસીઆઇ તેમાં વધારો કરે ત્યારબાદ અનેક ખેલાડીઓ તેમાં રસ દાખવી શકે છે. સહેવાગને જ્યારે પૂછ્યું કે, શું તમને આ પદ માટે રસ છે તો તેમણે કહ્યું કે, તેમને અનેક સીમાઓમાં બંધાવું પસંદ નથી. હું લેખ લખું છું, કોમેન્ટ્રરી કરું છું અને ટીવી પર એક્સપર્ટના રૂપમાં આવું છું અને પસંદગીકાર બનવાનો અર્થ છે કે તમારે અનેક સીમાઓમાં બંધાવું પડે છે. હું નથી જાણતો કે મને આટલા પ્રતિબંધો પસંદ આવશે કે નહીં.