Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
2011 WC ફાઈનલમાં યુવરાજ કરતાં વહેલા બેટિંગમાં કેમ ઉતર્યો’તો ધોની, સહેવાગે કર્યો ખુલાસો
આ ઘટનાને યાદ કરતાં સહેવાગે કહ્યું કે સચિનના કહેવા પર જ કોહલી આઉટ થવા પર ધોની મેદાન પર ગયો અને ટુર્નામેન્ટના હીરો યુવરાજસિંહને નીચેના ક્રમે બેટિંગ કરવા ઉતાર્યો હતો. બાદમાં જે બન્યું તે દુનિયા સામે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસહેવાગે જણાવ્યું હતું કે હું અને સચિન એક રૂમમાં બેઠા હતા તે દરમિયાન ધોની અંદર આવ્યો હતો. આ સમયે મેદાન પર કોહલી અને ગંભીરની જોડી બેટિંગ કરતી હતી. બાદમાં સચિને ધોનીને કહ્યું કે જો ડાબોડી બેટ્સમેન આઉટ થાય તો ડાબોડી અને જમણેરી બેટ્સમેન આઉટ થાય તો જમણેરી બેટ઼સમેન મેદાનમાં ઉતરશે.
જોકે હવે વર્લ્ડકપના સાત વર્ષ બાદ વિરેન્દ્ર સહેવાગે ખુલાસો કર્યો હતો કે કેમ ધોની યુવરાજસિંહ કરતા વહેલા બેટિંગમાં આવ્યો હતો અને ધોનીને ઉપર મોકલવાનો નિર્ણય કોણે લીધો હતો. સહેવાગે કહ્યું હતું કે, પોતે બેટિંગમાં જશે તે નિર્ણય ધોની કે ગેરી કર્સ્ટનનો નહોતો પરંતુ સચિન તેડુંલકરનો હતો.
2011ની વર્લ્ડકપની ફાઇનલમાં શાનદાર ફોર્મમાં રહેલા યુવરાજસિંહના બદલે પોતે બેટિંગમાં ઉપર આવવાને લઇને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે, ધોનીએ મેચ વિનિંગ ઇનિંગ રમતા ભારતને વર્લ્ડકપ અપાવ્યો હતો.
નવી દિલ્હીઃ વીરેન્દ્ર સેહવાગ ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને મોટેભાગે ગોડજી કહે છે. આ વખતે સેહવાગે માસ્ટર બ્લાસ્ટરને રામ ગણાવ્યા છે, જ્યારે ખુદને ગદાધારી હનુમાન કહ્યા છે. તેણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે અને સચિન એક સાથે જોવા મળી રહ્યા છે. વિક્રમ સાઠેના ચર્ચિત શો What The Duckમાં પહોંચેલા વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેડુંલકરે વર્લ્ડકપની ફાઇનલને લઇને અનેક ખુલાસાઓ કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -