સહેવાગે બતાવી પરફેક્ટ ઓપનિંગ જોડી, કહ્યું- હું કેપ્ટન હોઉં તો આખી સીરીઝમાં આ બે ખેલાડીઓને જ કરાવું ઓપનિંગ
આ અગાઉ પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પૃથ્વી શૉની સાથે મુરલી વિજયને ઓપનિંગમાં મોકલવાની તરફેણ કરી હતી.
સહેવાગે કહ્યું કે, 'જો હું કેપ્ટન હોઉં તો પૃથ્વી શૉ અને કેએલ રાહુલને આખી સીરીઝમાં ઓપનિંગમાં ઉતારુ, કેમકે મુરલી વિજયને તેનો મોકો મળી ચૂક્યો છે, હવે ફરીથી મોકો મેળવવા તેને રાહ જોવી પડશે. જો આ બન્નેમાંથી કોઇ સતત આઠ ઇનિંગોમાં નિષ્ફળ જાય તો હું મુરલી વિજયને મોકો આપવા વિશે વિચારીશ.'
નવી દિલ્હીઃ આગામી 6ઠ્ઠી ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થઇ રહી છે, ચાર મેચોની સીરીઝમાં ભારત જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતશે. જોકે હવે ભારત માટે સારી શરૂઆત અપાવી શકે એવા ઓપનરની જરૂરિયાત છે. કેપ્ટન, કૉચથી લઇ દિગ્ગજ ક્રિકેટરો પોતાના ઓપનરોને લઇને ચર્ચા કરે છે ત્યારે પૂર્વ દિગ્ગજ ઓપનર સહેવાગે ટીમ ઇન્ડિયાં કોન છે ટેસ્ટમાં પરફેક્ટ ઓપનર તે અંગે સૂચનો આપ્યા છે.
પૂર્વ દિગ્ગજ ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગનુ માનવું છે કે, ટીમ ઇન્ડિયામાં પરફેક્ટ ટેસ્ટ ઓપનર તરીકે પૃથ્વી શૉની સાથે કેએલ રાહુલને ઉતારવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, પ્રેક્ટિસ મેચમાં પૃથ્વી શૉએ 66 રનની શાનદાર ઇનિંગ રમી હતી જ્યારે રાહુલે નિરાશ કર્યા હતા.
સહેવાગે કહ્યું કે, પૃથ્વી શૉએ પોતાની જાતેને સાબિત કરી છે, તેને ડેબ્યૂમાં જ સેન્ચૂરી ઠોકી અને પછી 60 રનોની ઇનિંગ રમી. તે ટીમ ઇન્ડિયાનુ ભવિષ્ય છે અને 10-12 વર્ષ સુધી રમશે. એટલે સીરીઝમાં તેને પુરેપુરો મોકો આપવો જોઇએ.