નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. આ વાયરસની અસર દુનિયાની તમામ રમતગમત ટૂર્નામેન્ટ પર પણ પડી છે જેમાં ક્રિકેટ પણ સામેલ છે. આ દરમિયાન આઈપીએલ, પીએસએલ તમામ ટૂર્નામેન્ટને રદ્દ કરવામાં આવી છે. પરંતુ 15 એપ્રિલ બાદ જ આઈપીએલને લઈને વધુ જાણકારી મળી શકશે.એવામાં ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ફેન્સને એક મોટી ખુશખબરી આપી છે.

ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે ઓક્ટોબરમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ પર આ વાયરસની કોઈ અસર નહી પડે અને ટૂનાર્મેન્ટ સમયાનુસાર થવાની સંભાવના છે.

એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગને જ્યારે પુછવામાં આવ્યું કે વર્લ્ડ કપની ટીમમાં કયા કયા ખેલાડીઓને જોવો છો. એવામાં સહેવાગે કહ્યું ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની મજબૂત ટીમ છે કારણ કે ટીમમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ રહી છે. તેમણે આગળ કહ્યું કે ટૂર્નામેન્ટ કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે પરંતુ ટીમ ઈન્ડિયા હાલ ટોપ પર છે.

હાર્દિક પંડ્યા હાલ ઈજામાંથી વાપસી કરી ટીમ ઈન્ડિયામાં સામેલ થયો છે. એવામાં તેણે આ પહેલા મુંબઈમાં ટી20 લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાએ સંકેત આપ્યા છે કે આવનારા સમયમાં તેનું પ્રદર્શન સારૂ થશે.