સેહવાગે ખોલ્યું સૌથી મોટું રહસ્ય, કહ્યું- આ બોલરનો સામનો કરતા લાગતો હતો ડર
કાર્યક્રમમાં સેહવાગે તેના કરિયરની શ્રેષ્ઠ યાદગીરી તરીકે 2007નો T20 વર્લ્ડ કપ અને 2011નો વર્લ્ડ કપ જણાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ક્રિકેટ કરિયર દરમિયાન જો મને કોઈ બોલરનો સૌથી વધારે ડર લાગ્યો હોય તો તે શોએબ અખ્તર છે. તેનો ક્યો બોલ માથામાં કે પગમાં વાગશે તેની ખબર નહોતી. તેના ઘણા બાઉન્સર મને વાગ્યા હતા. હું તેનો સામનો કરતાં ગભરાતો પણ હતો અને તેના બોલ પર ફટકાબાજી કરવાની મજા પણ આવતી હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ભલભલા બોલરના છોતરાં કાઢી નાંખનારા ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે એક મોટો ખુલાસો કર્યો છે. સેહવાગે કહ્યું કે તેને મેદાન પર શોએબ અખ્તરનો ડર લાગતો હતો.
આ જ કાર્યક્રમમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલ રાઉન્ડર શાહિદ અફ્રિદીએ જણાવ્યું કે, મને ક્યારેય વિરેન્દ્ર સેહવાગ સામે બોલિંગ કરવાનું ગમતું નહોતું. તેની સિવાય મને કરિયરમાં કોઇ પણ ખેલાડીનો ડર લાગતો નહોતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -