નવી દિલ્હી: પૂર્વ વિશ્વ શતરંજ ચેમ્પિયન વિશ્વનાથન કોરોના વાયરસની મહામારીના કારણે લગાવવામાં આવેલા મુસાફરી પ્રતિબંધના કારણે છેલ્લા ત્રણ મહિના કરતા વધારે સમયથી જર્મનીમાં ફસાયા હતા અંતે શનિવારે મોડી રાત્રે તેઓ ભારત પહોંચશે.


તેઓ શનિવાર બપોરે બેંગલુરૂ પહોંચશે પરંતુ બેંગલુરૂથી ચેન્નઈ ગયા બાદ તેમણે 14 દિવસ ક્વોરન્ટીનમા રહેવાની સંભાવના છે. આનંદ કોરોના પ્રકોપના કારણે છેલ્લા ત્રણ મહિનાથી ફ્રેંકફર્ટમાં ફસાયા હતા.

આનંદ બુંદેસલીગા ચેસ ટૂનાર્મેન્ટ રમવા માટે ફેબ્રુઆરીમાં જર્મની ગયા હતા. આ ટૂર્નામેન્ટ કોરોના મહામારીના કારણે રદ્દ કરી દેવામાં આવી હતી. બાદમાં આનંદને 16 માર્ચે જ પરત ફરવાનું હતું.

આનંદના પત્ની અરૂણાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, આનંદ આજે (શનિવાર) બેંગલુરૂ પહોંચશે. તેમની ફ્લાઈટ બપોરે લેન્ડ કરશે. ત્યારબાદ અમે સરકાર દ્વારા જાહેર તમામ ગાઈડલાઈનનું પાલન કરશું. નિયમ મુજબ, તેઓ (આનંદ) 14 દિવસ ક્વોરન્ટીનમાં રહેશે. તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટથી પરત ફરી રહ્યા છે.