ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 338ના રનના લક્ષ્યાંકને હાંસલ કરતી વખતે ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 306 રન બનાવી શકતાં ભારતનો 31 રનથી પરાજય થયો હતો. વર્લ્ડકપમાં ભારતની આ પ્રથમ હાર હતી. ભારત તરફથી રોહિત શર્માએ 102 અને કોહલીએ 66 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 44 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી પ્લેંકેટે 3 વિકેટ લીધી હતી. ભારતની આ હાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર વકાર યૂનુસે ભારતીય ટીમની ખેલભાવના પર સવાલ ઉઠાવ્યા છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ વકાર યૂનુસે ટ્વિટર પર લખ્યું, તમે કોણ છો તે મહત્વનું નથી. તમે જીવનમાં શું કરો છો તેનાથી ખબર પડે છે કોણ છો. મને એ વાતની ચિંતા નથી કે પાકિસ્તાન સેમીફાઇનલમાં પહોંચે છે કે નહીં પરંતુ એક વાત નક્કી છે તે કેટલાક ચેમ્પિયનની ખેલ ભાવનાની પરીક્ષા લેવામાં આવી અને તેમાં નિષ્ફળ રહ્યા.

આ પહેલા પૂર્વ ક્રિકેટર બાસિત અને સિકંદર બખ્તે પણ આરોપ લગાવ્યા હતા કે, પાકિસ્તાનને ટુર્નામેન્ટમાંથી બહાર કાઢવા માટે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે હારી શકે છે. ઈંગ્લેન્ડ હવે 10 પોઇન્ટ છે અને પાકિસ્તાનથી એક પોઇન્ટ વધારે છે. ઈંગ્લેન્ડે હવે આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે રમવાનો છે, જ્યારે પાકિસ્તાનનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ સ્થિતિમાં ઇંગ્લેન્ડ જો ભારતને હરાવી દેશે તો પાકિસ્તાન વર્લ્ડકપમાં સેમીફાઇનલથી બહાર થઈ જશે.


World Cup: ભારતને વધુ એક ઝાટકો, ઈજાને કારણે આ ખેલાડી થયો ટીમમાંથી બહાર

સુરતઃ તાપીમાં આવ્યા નવા નીર, કોઝ-વે ભયજનક સપાટીથી કેટલો દૂર? જુઓ વીડિયો