વસીમ અકરમે બુમરાહની પ્રસંશા કરી, બૉલિંગ એક્શન અને યોર્કરને લઇને કહી આ ખાસ વાત, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2019 11:17 AM (IST)
1
અકરમે કહ્યું કે, બુમરાહની બૉલિંગ એક્શન શાનદાર છે, અન્ય ફાસ્ટ બૉલરો કરતાં એકદમ અલગ એક્શન હોવાથી તે સારા યોર્કર અને સ્વિંગ નાંખી શકે છે, અને તેના કારણે બૉલ પીચ પર ટપ્પો ખાધા પછી એકદમ ફાસ્ટ નીકળે છે.
2
અકરમે બુમરાહના યોર્કરને બિરદાવતા કહ્યું કે, હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જસપ્રીત બુમરાહના યોર્કર સૌથી સટીક અને સર્વશ્રેષ્ઠ છે. આ યોર્કરના કારણે બુમરાહ આગામી વર્લ્ડકપમાં અંતિમ ઓવરોમાં તે મોટુ અંતર પેદા કરશે.
3
નવી દિલ્હીઃ સ્વિંગના બાદશાહ તરીકે ઓળખાતા ફાસ્ટ બૉલર વસીમ અકરમ હવે ઇન્ડિયન બૉલર બુમરાહનો ફેન થયો છે. તેને બુમરાહની બૉલિંગને લઇને મોટુ નિવેદન આપ્યુ છે, તેને કહ્યું કે વર્લ્ડકમાં બુમરાહ મોટુ અંતર પેદા કરશે.
4