અમદાવાદઃદારૂબંધી હળવી કરવા હાઇકોર્ટમાં કરાઇ પાંચ અરજી, બંધ બારણે દારૂ પીવાની મંજૂરી આપવાની કરાઇ અપીલ
અરજદારના વકીલ દેવેન પરીખે જણાવ્યું હતું કે, જાહેર આરોગ્યના હેતુસર ગુજરાત સરકારે અત્યંત આકરો કાયદો બનાવ્યો છે જે મુજબ કોઈ માણસ પોતાના ઘરની ચાર દિવાલની વચ્ચે કોઈ ત્રીજાને નુકસાન કે ખલેલ પહોંચાડ્યા વિના શરાબને એક-બે પેગ મારે તો પણ તેને કોઈ બળાત્કારી કે ખૂનીની સમકક્ષ ગણીને તેટલી જ આકરી સજા કરાય છે. આનાથી જાહેર આરોગ્યની જાળવણીનો હેતુ બર આવતો જ નથી. ચાર મિત્રો ભેગા થઈને બંધ બારણે પોતાની રીતે એન્જોય કરે તેના માટે આટલી આકરી સજા વધુ પડતી છે અને હાઈકોર્ટે નશાબંધીના આ ભયંકર આકરા કાયદાની સમીક્ષા કરવી જોઈએ એટલી જ અમારી માગણી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજદારોએ અરજીમાં કહ્યું હતું કે સરકાર થોડી લિબરલ થાય અને લોકોને તેમનું જીવન જીવવા દે. રાઈટ ટુ પ્રાઈવસીમાં સરકારે લિબરલે થવું જરૂરી છે. દારૂ પીવો અને રેપ-મર્ડર કરવું એની સજા એક જ હોય તે કેવી રીતે બની શકે. કડક કાયદાના કારણે હાલમાં ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે. પહેલા આપણે શરાબને ખરાબ ગણતા હતા પણ હવે નથી ગણતા. આજે લોકો ગુજરાતની બહાર જઈને આનંદ કરે છે.
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે મારું જીવન મારે કેવી રીતે જીવવું એ મારો અધિકાર છે. ઘરમાં હું મારા મિત્રો સાથે બેસીને કોઇને ખલેલ ના પહોંચે એ રીતે દારૂ પીવું અથવા તો પત્તા રમું તો એમાં ખોટું શું છે. મારી લાઇફને મારે કેવી રીતે જીવવી એ નક્કી કરવાનો અધિકાર મને છે. મારું અંગત જીવન કેવી રીતે જીવવું તે મારી પસંદગી હોઈ શકે. અરજદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે હાઇકોર્ટ તમારી અરજી ફગાવી દેશે અને તેની વિરુદ્ધમાં ચુકાદો આપશે તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, હાઈકોર્ટનો ચુકાદો હું સ્વીકારીશ અને મારે શું કરવું છે તે હું જ નક્કી કરીશ. પણ ઘરની ચાર દિવાલમાં પત્તા રમવા, પાંચ જણા ભેગા મળીને એન્જોય કરવું એ ગુનો ન કહેવાય. સરકાર મને એવું કેવી રીતે કહી શકે કે મારે શું કરવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું?
અમદાવાદઃરાજ્યમાં દારૂબંધીને હળવી કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પાંચ અરજીઓ કરવામાં આવી છે. અરજીઓમાં દલીલ કરવામાં આવી છે કે રાજ્યમાં લાગુ દારૂબંધીનો કડક કાયદાના કારણે દેશના નાગરિકોના અંગત જીવનના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આ અંગે હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી 11 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ખાનગીમાં દારૂ પીવાની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હવે વધુ ચાર અરજદારોએ અરજી કરી ગુજરાત દારૂબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવાની માંગણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -