કોચ કુંબલેની અનોખી પહેલ, કોહલી-ધોનીએ વગાડ્યું ડ્રમ, જુઓ તસવીરો
ટીમ ઈંડિયા 6 જુલાઈએ વેસ્ટઈંડિઝ પ્રવાસ માટે રવાના થશે. ભારત પોતાના 49 દિવસના કેરેબિયન પ્રવાસમાં બે પ્રેક્ટિસ મેચ અને ચાર ટેસ્ટ મેચ રમશે. વૉર્નર પાર્ક પર 9 જુલાઈએથી બે દિવસની પ્રેક્ટિસ મેચ રમાશે. આ જગ્યા પર 14થી 16 જુલાઈ સુધી ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકુંબલેએ ટીમના પ્લેયર્સની જોડીઓ બનાવી રહ્યા છે. ચેતેશ્વર પુજારા અને અમિત શર્માની જોડી બનાવી છે. સ્ટુઅર્ટ બિન્ની- રોહિત શર્મા અને વિરાટ કોહલી-ભૂવનેશ્વરની જોડી બનાવી છે.
બીસીસીઆઈએ ટીમ બૉન્ડિંગ સેશનના ફોટો ટ્વિટર પર શેયર કર્યા છે. તેમાં ધોની અને કોહલીની સાથે બાકી પ્લેયર્સ અને સપોર્ટિંગ સ્ટાફ ડ્રમ વગાડતા નજરે પડી રહ્યા છે. કોઈ ટ્રેનિંગ સેશનમાં પ્લેયર્સ માટે આ પ્રકારની એક્ટિવિટી પહેલી વખત નજરે પડી છે.
આ કવાયતના મારફતે ટીમ ઈંડિયાના વનડે અને ટી-20 કેપ્ટન ધોનીને પણ નેશનલ ક્રિકેટ એકેડમીમાં બોલાવવામાં આવ્યો હતો. જૂનિયર ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ હાજર રહ્યો હતો. એ વખતે ટીમના ફ્યુચર રોડ મેપને લઈને મહત્વપૂર્ણ મીટિંગ થઈ હતી.
વેસ્ટ ઈંડિઝ પ્રવાસની તૈયારીમાં લાગેલી ટીમ ઈંડિયાના ખેલાડીઓએ રવિવારે મ્યૂઝિક ક્લાસની મજા લીધી હતી. ટીમ ઈંડિયાના નવા કોચ અનિલ કુંબલેની આ અનોખી પહેલ છે. જેનાથી ટીમમાં દોસ્તીનો માહોલ બનાવી રાખવા કુંબલેએ નવો રસ્તો અપનાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -