મુંબઈઃ બુધવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ખત્મ થયેલ વનડે સીરીઝમાં તો હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાનો હિસ્સો ન હતા. પરંતુ હવે તે 23 માર્ચથી શરૂ થઈ રહેલ ટી20 લીગ આઈપીએલ માટે મહેનત કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયા બુધવારે મેહમાન ટીમ ઓસ્ટ્રેલિયા સામે નિર્ણાયક વનડેમાં 35 રને હારી ગઈ અને મેચ સાથે સાથે સીરીઝ પણ 2-3થી ગુમાવી હતી. હાર્દિક પંડ્યા ઈજાને કારણે સીરિઝમાંથી બહાર હતા હવે પંડ્યા ઈજામાંથી બહાર આવી રહ્યા છે અને હવે તે પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પમાં નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે.


નેટ્સ પર હાર્દિક ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો છે. આ દરમિયાન તેણે એમએસ ધોનીનો ટ્રેડમાર્ક શૉટ ‘હેલીકૉપ્ટર શૉટ’ રમવાનો પ્રયત્ન કર્યો હતો. હાર્દિક પંડ્યાએ હેલીકૉપ્ટર શૉટ ફટકારતો એક વિડીયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે.


વિડીયો શેર કરતા કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘જણાવો આ શૉટની પાછળ મારી પ્રેરણા કોણ છે?’ પંડ્યાનો ઇશારો ધોની સામે હતો. જો કે વિડીયો પોસ્ટ કરતાની સાથે જ લોકોએ પંડ્યાને ટ્રોલ કર્યો છે. એક ફેને લખ્યું છે કે, ‘IPLનાં પૈસા મળતા જ તબિયત સારી થઇ ગઇ. દેશ માટે રમવાનું નાટક કરો છો.’