આજે ભારત-આફ્રિકા બીજી ટી-20, રાત્રે કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત

નોંધનીય છે કે, પહેલી ટી-20 ભારતીય ટીમે 28 રનથી જીતીને સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે, હવે આજની મેચ જીતીને સાઉથ આફ્રિકા સીરીઝમાં એક-એકથી બરાબરી કરવા ઉતરશે.
સંભવિત સાઉથ આફ્રિકન ટીમઃ જેપી ડ્યૂમિની (કેપ્ટન), ફરહાન બહર્ડિયન, જુનિયર ડાલા, રેજા ડેન્ડ્રિક્સ, ક્રિસ્ટિયન જોન્કર, હેનરિક ક્લાસેન (વિકેટ કિપર), ડેવિડ મિલર, ક્રિસ મૉરિસ, ડેન પીટરસન, એરોન ફાંગિસો, એન્ડિલ ફેહલકવાયો, તવરેજ શમ્સી, જૉન સ્મટ્સ.
ટીમ ઇન્ડિયા અત્યારે ફૂલ ફોર્મમાં ચાલી રહી છે, ઓપનર શિખર ધવન, બૉલર ભુવનેશ્વર કુમાર અને સાથી ખેલાડીઓએ વિપક્ષી ટીમ આફ્રિકાની પરેશાન કરીને રાખી છે.
સંભવિત ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્ર સિંઘ ધોની (વિકેટ કિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે, અક્ષર પટેલ, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, જયદેવ ઉનડકટ, શાર્દૂલ ઠાકુર.
સેન્ચૂરિયનઃ ભારતનો સાઉથ આફ્રિકા પ્રવાસ પુરો થવાની તૈયારીમાં છે, આજે ભારતીય ટીમ આફ્રિકા સામે બીજી ટી-20 મેચ રમશે. આજની મેચ જીતી સીરીઝ પર ભારત કબ્જો જમાવવાની તૈયારી કરી રહ્યું છે. અહીં અમે તમને આજની મેચ ક્યા અને ક્યારે રમાશે, સાથે તેનું પ્રસારણ કઇ ચેનલ પર કરવામાં આવશે તેની માહિતી આપી રહ્યાં છીએ.
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ટી-20 સીરીઝનો બીજો મુકાબલો આફ્રિકાના સેન્ચૂરિયનના સુપર સ્પૉર્ટ પાર્કમાં રમાશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 09.30 વાગે પ્રસારિત થશે. મેચોનું પ્રસારણ સોની ટેન સ્પૉર્ટ્સ, સોની સિક્સ/hd પર જોવા મળશે.