✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકારણમાં ઝંપલાવશે આ હોટ એક્ટ્રેસ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Feb 2018 07:06 AM (IST)
1

કંગના અત્યારે પોતાની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શનના કામમાં વ્યસ્ત છે. રિપોર્ટનું માનવામાં આવે તો કંગના પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશથી ચૂંટણી લડી શકે છે. હવે સવાલ એ થાય છે કે, હિમાચલમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે.

2

3

અંગ્રેજી વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર કંગના હવે રાજકારણમાં કરિયર બનાવવાનું વિચારી રહી છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી ચૂકી છે. કંગના મોદીથી ખૂબ જ પ્રભાવિત છે અને તે વડાપ્રધાનના સ્વચ્છતા મિશનની એક એડમાં પણ જોવા મળી હતી. આ ઉપરાંત 2016માં ‘મેક ઈન ઈન્ડિયા’ના એક કાર્યક્રમમાં પણ કંગના આમંત્રિત કરાઈ હતી.

4

ઉલ્લેખનીય છે કે, કંગનાનું નામ ઘણા વિવાદો સાથે જોડાઈ ચૂક્યું છે. એક્ટર હૃતિક રોશન સાથેનું અફેર અને તેના પિતા રાકેશ રોશન સાથેનો ઝઘડો, આદિત્ય પંચોલી સાથેનો વિવાદ, કરણ-જોહર સાથે ‘નેપોટિઝમ’ મુદ્દે વિવાદ, હંસલ મેહતા અને કેતન મેહતા જેવા ડિરેક્ટર્સ સાથેના મતભેદને કારણે કંગનાની છબિ એક વિવાદિત એક્ટ્રેસ બની ચૂકી છે.

5

ઉલ્લેખનીય છે કે, કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલીક એવી એક્ટ્રેસ પૈકીની એક છે જે પોતાના જોરે ફિલ્મ હિટ કરાવી શકે છે. ‘ક્વીન’, ‘તનુ વેડ્સ મનુ’ સીરીઝની બે ફિલ્મોમાં તે આ સાબિત કરી ચૂકી છે. તે ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસમાં સ્થાન પામે છે.

6

મુંબઈઃ કંગના રનૌત હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. રિતિક રોશન વિવાદ જૂનો થઈ ગયો છે અને મણિકર્ણિકા પર થઈ રહેલ વિરોધ પણ શાંત પડી ગયો છે, છતાં પણ કંગના હવે રાજનીતિમાં આવવાની અટકળોને લઈને ચર્ચામાં છે.

  • હોમ
  • મનોરંજન
  • રાજકારણમાં ઝંપલાવશે આ હોટ એક્ટ્રેસ, જાણો ક્યાંથી લડશે ચૂંટણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.